ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬ અંતર્ગત મહેસૂલ તલાટી, વર્ગ-૩ની તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજાનારી પ્રાથમિક પરીક્ષા માટે એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવ્યું છે. મંડળ દ્વારા ઉમેદવારોના પ્રવેશપત્ર (કોલ લેટર)માં દર્શાવેલ કેટલાક પરીક્ષા કેન્દ્રોના સરનામામાં અપૂર્તતા જણાઈ આવતા તેમાં સુધારો કરવામાં આવ્યો છે.
આ પરીક્ષા કેન્દ્રોના સુધારેલા સરનામા ધ્યાનથી વાંચો!
મંડળે કેટલાક પરીક્ષા કેન્દ્રોના અધૂરા સરનામાને પૂર્ણ કરીને એક નવી યાદી જાહેર કરી છે. ઉમેદવારોએ કોલ લેટરમાં દર્શાવેલ સરનામાને બદલે આ નવા અને સુધારેલા સરનામાને ધ્યાનમાં લેવા ખાસ જણાવવામાં આવ્યું છે.
| ક્રમ | કોલલેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું | ધ્યાને લેવાનું પરીક્ષા કેન્દ્રનું સરનામું |
|---|---|---|
| ૧ | વેદાંત મલ્ટિપર્પસ સ્કૂલ (44453 ), સીવીલ હોસ્પીટલ રોડ, માગોડ | વેદાંત મલ્ટિપર્પસ સ્કૂલ (44453 ), સીવીલ હોસ્પીટલ રોડ, માગોડ, વલસાડ |
| ૨ | વિહલ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ (65787 ), પલિયડ રોડ | વિહલ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ (65787 ), પલિયડ રોડ, બોટાદ |
| ૩ | ઈંગ્લિશ ટીચિંગ સ્કૂલ – ૧, નડીયાદ | ઈંગ્લિશ ટીચિંગ સ્કૂલ – ૧, આર.ટી. પટેલ માર્ગ, રેલ્વે સ્ટેશન પાછળ, નડીયાદ |
| ૪ | ઈંગ્લિશ ટીચિંગ સ્કૂલ – ૨, નડીયાદ | ઈંગ્લિશ ટીચિંગ સ્કૂલ – ૨, આર.ટી. પટેલ માર્ગ, રેલ્વે સ્ટેશન પાછળ, નડીયાદ |
| ૫ | એસ. એન.વી ઈન્ટરનેશનલ સ્કૂલ, ભૂમેલ આણંદ રોડ, ભૂમેલ | એસ. એન.વી ઈન્ટરનેશનલ સ્કૂલ, નડીયાદ-ઉત્તરસંડા-ભૂમેલ રોડ, નડીયાદ |
| ૬ | ભારતી વિદ્યાભવન, નેશનલ હાઈવે નં.8, નરસંડા, વડતાલ ક્રોસિંગ | ભારતીય વિદ્યાભવન, નેશનલ હાઈવે નં.૮, નરસંડા-વડતાલ ક્રોસિંગ, નરસંડા, નડીયાદ |
| ૭ | દૂન બ્લોસમ એકેડમી (14833 ) ન્યુ સી. જી. રોડ, ચાણક્ય પ્લાઝાની પાસે, ચાંદખેડા, અમદાવાદ | દૂન વેદિક એરા (14833), ન્યુ સી. જી. રોડ, ચાણક્ય પ્લાઝાની પાસે, ચાંદખેડા, અમદાવાદ |
| ૮ | બ્રાઈટ ડે સ્કુલ સીબીએસઈ વાસણા (65933 ) ભાયુ, તા. વડોદરા | બ્રાઈટ ડે સ્કુલ સીબીએસઈ વાસણા (65933), વાસણા-ભાયલી મેન રોડ, વડોદરા |
| ૯ | બ્રાઇટ ડે સ્કુલ (15078), વાસણા ભૈલી રોડ, વડોદરા | બ્રાઇટ ડે સ્કુલ (15078 ), વાસણા-ભાયલી મેન રોડ, વડોદરા |
તાપી જિલ્લાના ઉમેદવારો માટે ખાસ નોંધ: કેન્દ્ર બદલાયું
તાપી જિલ્લા વહીવટી તંત્રની રજૂઆતને ધ્યાનમાં રાખીને, એક પરીક્ષા કેન્દ્રમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સંબંધિત ઉમેદવારોએ આ ફેરફારની ખાસ નોંધ લેવા મંડળે સૂચના આપી છે.
| ક્રમ | કોલલેટરમાં દર્શાવેલ જૂના પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું | જૂના પરીક્ષા કેન્દ્રને બદલે ધ્યાને લેવાનું નવા પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું |
|---|---|---|
| ૧ | આદર્શ નિવાસી શાળા (14423 ), (કન્યા શાળા) સરકારી વસાહત, ઓટા રોડ, સોનગઢ, તા. સોનગઢ, જી. તાપી | સરકારી વિજ્ઞાન કોલેજ, ઓટા રોડ, સોનગઢ, તા.સોનગઢ, જી. તાપી |
કોઈપણ મૂંઝવણ હોય તો અહીં સંપર્ક કરો
- જો પરીક્ષા કેન્દ્રના સરનામા અથવા અન્ય કોઈ બાબત અંગે ઉમેદવારોને કોઈ માર્ગદર્શનની જરૂર હોય, તો તેઓ મંડળના હેલ્પલાઈન ફોન નંબર ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર અથવા રૂબરૂ કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકે છે.
અધિકૃત નોટિફિકેશન લિંક
- વધુ વિગતો માટે, તમે અહીં નોટિફિકેશન જોઈ શકો છો: અહીં ક્લિક કરો

hmm
Ha
Yes
ghinagohil@gmail.com
287keb