ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર (DYSO) ની સીધી ભરતી માટે દસ્તાવેજ ચકાસણી (DV) માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો હવે તેમના ઈ-કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને નિર્ધારિત સમયપત્રક મુજબ દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહી શકશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) લિસ્ટ અને સમયપત્રક
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતી માટે મેઈન લેખિત પરીક્ષાના પરિણામ બાદ, દસ્તાવેજ ચકાસણી માટે કુલ ૩૩૭ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ તા. ૨૯/૦૮/૨૦૨૫ થી ૩૧/૦૮/૨૦૨૫ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે.
| દિવસ | ક્રમ નંબર | તારીખ |
|---|---|---|
| ૧ | ૦૦૧ થી ૦૮૦ | ૨૯-૦૮-૨૦૨૫ |
| ૨ | ૦૮૧ થી ૧૮૦ | ૩૦-૦૮-૨૦૨૫ |
| ૩ | ૧૮૧ થી ૩૩૭ | ૩૧-૦૮-૨૦૨૫ |
દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા માટે ઉમેદવારોને હાઈકોર્ટ ઓફ ગુજરાત, સોલા, અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યા છે. દરેક ઉમેદવાર માટે ચોક્કસ તારીખ અને સમય તેમના ઈ-કોલ લેટરમાં દર્શાવેલ છે, જે તેઓ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ
- દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની આ યાદી એ અંતિમ પસંદગી યાદી નથી.
- ઉમેદવારો તેમના ઈ-કોલ લેટર નિર્ધારિત તારીખના એક અઠવાડિયા પહેલાhttps://hc-ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે.
- ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, રી-ચેકિંગ અથવા પરીક્ષા સંબંધિત કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
ગુજરાત હાઈકોર્ટ DYSO ભરતી લિંક્સ
| વિગત | લિંક |
|---|---|
| ગુજરાત હાઈકોર્ટ DYSO ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ | અહીં ક્લિક કરો |
| ઈ-કોલ લેટર ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
