Vrudha Pension Yojana: 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મળશે ₹1250ની દર મહીને સહાય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વૃદ્ધ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના‘ ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના જરૂરિયાતમંદ વૃદ્ધોને દર મહિને નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભરતાથી જીવન જીવી શકે.

યોજનાનો લાભ કોને મળશે?

આ યોજનાનો લાભ લેવા માટે મુખ્ય બે પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે:

  1. ઉમેદવારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  2. તેમનું નામ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની BPL યાદીમાં (સ્કોર 0 થી 20) હોવું જરૂરી છે.

કેટલી સહાય મળશે?

યોજના હેઠળ ઉંમર પ્રમાણે સહાયની રકમ અલગ-અલગ છે:

  • 60 થી 79 વર્ષની ઉંમરના વૃદ્ધોને દર મહિને ₹1000ની સહાય મળશે.
  • 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને ₹1250ની સહાય આપવામાં આવશે.

અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

લાભાર્થીઓ આ યોજના માટે વિવિધ માધ્યમોથી અરજી કરી શકે છે. અરજી રૂબરૂ અથવા ઓનલાઈન પણ કરી શકાય છે.

  • રૂબરૂ અરજી: તાલુકા/જિલ્લાની મામલતદાર કચેરી, જન સેવા કેન્દ્ર, અથવા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત મારફતે અરજી કરી શકાય છે.
  • ઓનલાઈન અરજી: Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

અરજી ફોર્મ જિલ્લા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, કે ગ્રામ પંચાયતમાંથી મેળવી શકાય છે. Digital Seva Setu Portal પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.

જરૂરી દસ્તાવેજો

અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે:

  • ઉંમરનો પુરાવો (જેમ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ડૉક્ટરનું સર્ટિફિકેટ)
  • BPL યાદીનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેન્ક કે પોસ્ટ ઓફિસ ખાતાની નકલ

આ યોજના વૃદ્ધ નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં અને તેમને સન્માનભેર જીવન જીવવામાં મદદરૂપ થશે.

3 thoughts on “Vrudha Pension Yojana: 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મળશે ₹1250ની દર મહીને સહાય”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top